Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝારખંડના ધનબાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ ગ્લાઈડર ઘરની ઉપર ક્રેશ થતાં બે લોકો ઇજાગ્રસ્ત

Share

ઝારખંડના ધનબાદમાં બરવડા એરપોર્ટ નજીક એક મકાનમાં ગ્લાઈડર ક્રેશ થતાં આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી ગ્લાઈડર ટેકઓફ થયાના થોડા જ સમયમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ગ્લાઈડર લગભગ 500 મીટરના અંતરે ક્રેશ થયું હતું.

આ ગ્લાઈડર તૂટી પડવાની જાણ સ્થાનિક વહીવટીતંત્રને થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કેટલાક સમયથી લોકોને ગ્લાઈડર દ્વારા ધનબાદના પ્રવાસે લઈ જવામાં આવી રહ્યા હતા. ગ્લાઈડર ઉપડ્યું પણ હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓ ટેકનિકલ ખામીઓ શોધી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયાથી મોબાઈલ ચોરી કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે નેશનલ ગર્લ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!