ભરૂચ જિલ્લાની નર્મદા નદીના કિનારે વસવાટ કરતાં ઝનોરના રહેવાસીઓને પાણી મેળવવા માટે જીવનું જોખમ ખેડવું પડે છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોએ મીડીયા સમક્ષ જણાવ્યું કે અમોને ઘેર-ઘેર પાણી મળતું નથી. આથી અમારે અહીં જીવના જોખમે પાણી મેળવવું પડે છે. ભરૂચ નર્મદા કિનારે વસેલા ઝનોરમાં પીવાનું પાણી મેંળવવું જીવનું જોખમ ખેડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ઝનોરમાં ૧૦ ફૂટ ઉંચાઈએ વાવમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન માં લિકેજમાંથી ઝૂકીને પાણી ભરે છે. અહીંના રહેવાસીઓ આ વિસ્તારમાં આવેલ વાવમાંથી પસાર થતી પાઇપલાઇન માંથી જીવના જોખમે ૧૦ ફૂટની ઉંચાઈએ જુકીને પાણી ભરવું પડે છે.
અહીંના વિસ્તારમાં રહેતા બહેનોએ મીડિયા સમક્ષ પોતાની આપ વીતી જણાવતા કહ્યું હતું કે સવારે ઉઠતાની સાથે જ પાણીતો જોઈએ. અમો મજૂરી કામ કરનારાએ આથી ખેતરે કામ કરવું કે અહીંથી પાણી ભરવુ. અમારી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ લઈ દરકાર લેવામાં આવતી નથી. અમારા પાણીના વિકલ્પની સમસ્યા વિશે કોઈ સરકારી લોકો વિચારેતો અમારી આ સમસ્યાનું નિરાકરણ થાય.
ui
ભરૂચના ઝનોર ગામના રહેવાસીઓને પાણી મેળવવા વેઠવું પડે છે જીવનું જોખમ
Advertisement