ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં કપિરાજોએ આતંક મચાવ્યો છે. ત્રણ લોકોને બચકાં ભરતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઝનોર ગામમાં છેલ્લાં કેટલાક દિવસોથી કપિરાજનું ટોળું ફરી રહ્યું છે. ત્યાં આજે એક કપિરાજ દ્વારા ગામમાં ઉધમ મચાવી દીધું હતું અને ત્રણ લોકોને બચકાં ભરી લેતા ઇજાગ્રસ્ત કરી નાંખવામાં આવતા તેઓને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્શ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. એક સાથે ત્રણ લોકોને કપિરાજે બચકાં ભરતા ગામમાં હાહાકાર મચી ગયો છે.
Advertisement