ભરૂચનાં ઝનોર ગામે નદી કિનારે મગરની હાજરીથી માછીમારી કરતાં લોકો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં મગરોની હાજરીથી લોકો ફફડે છે. અગાઉ ઝધડીયાની ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાયું હતું જેમાં એક ધોડાને મગરે હુમલો કરી જીવલેણ ઇજાઓ કરી હતી. હજી તે મગર અને તેનું બચ્ચું ખાડીમાં છે તેવી લોકોમાં ચર્ચા છે. ત્યાં આજે ફરીવાર ભરૂચ તાલુકાનાં ઝનોર ગામનાં નદી કિનારે મગર દેખાયો હતો. સ્થાનીક માછીમારી કરતાં લોકોએ નદી કિનારે મગર આરામ કરતો હોવાનો વિડીયો વાઇરલ કર્યો છે. મગરની હાજરીથી માછીમારી કરતાં લોકોમાં ફફડાટ છે કેમ કે તેઓ રાત મધ્યરાત્રીનાં સમયે નદીમાં માછીમારી કરવા આવતા હોય છે. જયારે ખેડૂતો સિંચાઇ માટે મશીન ચાલુ કરવા આવતા હોય છે. ગ્રામજનો પણ નદી કિનારે આવતા હોવાથી હવે મગરની હજારીથી લોકોમાં ફફડાટ છે. અગાઉ ઝનોર મુકામે ભૂતકાળમાં મગરે એક-બે વ્યક્તિને શિકાર બનાવ્યા હતા. જયારે ફરી મગર દેખાતા ગ્રામજનો ફફડી રહ્યા છે અને હવે વન વિભાગ આ મામલે પાંજરું મૂકીને મગરને પકડે તેવી માંગણી કરી રહ્યા છે.
ભરૂચનાં ઝનોર ગામે મગરની હાજરીથી લોકોમાં ફફડાટ.
Advertisement