માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ૧૫૬ માંગરોળ વિધાનસભા ના ભાજપ કાર્યકરો ની સમન્વય બેઠક અને બજેટ કાર્યશાળા કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ઉપરોક્ત કાર્યશાળામાં માંગરોલ અને ઉમરપાડા તાલુકા ભાજપના કાર્યકરો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તાર માટે વિકાસના કામોની બજેટમાં કરેલ જોગવાઈ અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ કારી યોજના આ અંગે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા માહિતી આપવામાં આવી હતી અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ, હર્ષદભાઈ ચૌધરી વગેરે આગેવાનો દ્વારા વરસ 2021 માં થનાર વસ્તીગણતરીના કાર્યક્રમ અંગે કાર્યકરો ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુ માં ભાજપ પક્ષના સ્થાપના દિવસે 6 એપ્રિલ ની ઉજવણી દરમિયાન બુથ સમિતિ ની ખરાઇ ભાજપ પક્ષ નો ઇતિહાસ વગેરે મુદ્દે માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન ઉપરોક્ત કાર્યશાળામાં કરવામાં આવ્યું હતું. વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તાર માટે કરેલ જોગવાઈ ને આવકારી કેન્દ્ર અને રાજ્ય સરકારને અભિનંદન આપવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે ભાજપ પક્ષે એક આદિવાસી મહિલા રમીલાબેન બારા ની પસંદગી કરી આદિવાસી સમાજ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નો આભાર માની અભિનંદન આપવામાં આવ્યા હતા. આ બેઠક માં સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉમેદભાઈ ચૌધરી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ ચૌહાણ, ઉમરપાડા તાલુકાના પંચાયત પ્રમુખ દરિયાબેન વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગંભીરભાઈ વસાવા, સુરત જીલ્લા સમિતિના અધ્યક્ષ સામસિગભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ મહામંત્રી અમિષભાઈ વસાવા, માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલભાઈ વસાવા હાજર રહ્યા હતા.
ઝંખવાવ માં ભાજપ કાર્યકરોની સમન્વય બેઠક અને બજેટ કાર્યશાળા યોજાઈ
Advertisement