ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે એક મકાનમાં વિદેશી દારુ રાખેલ છે તેવી બાતમી એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળતા ઉમલ્લા પોલીસ સાથે પાણેથા ગામે વાળંદ ફળિયામાં રહેતા અજયભાઇ ખોડાભાઇ વસાવા ના મકાનમાં પંચોને સાથે રાખીને રેઇડ કરી હતી.ઘરના રસોડામાં છુટી ગોઠવેલી લાદી નીચે ખાડામાં થી તેમજ ઘરના વાડામાં સંડાસ બાથરુમ ના ધાબા પર રાખેલ પ્લાસ્ટિક ની પાણીની ખાલી ટાંકીમાં રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ ૫૨ જેટલી બોટલો મળી આવી હતી.પોલીસે આ કુલ રૂ.૨૧૮૦૦ ની કિંમત નો દારુનો જથ્થો કબ્જે લીધો હતો.મકાન માલિક અજય વસાવા આ કાર્યવાહી દરમિયાન ઘરે હાજર ન હતો.પોલીસે ગેરકાયદેસર દારુ નો જથ્થો રાખવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Advertisement