Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા ગામની સીમમાં દીપડાનો મૃતદેહ મળ્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.હિંસક પ્રાણીઓને રહેવા માટે શેરડીના ખેતરો અનુકૂળ ગણાય છે.આ પંથકમાં ખેડૂતો તેમજ ખેત મજૂરોને અવાર-નવાર દિપડા દેખાતા હોય છે.ઘણીવાર પાલતુ પશુઓના મારણ કરતા દીપડાઓથી તાલુકાની જનતામાં દીપડાનો ભય અનુભવાય છે. આજે વહેલી સવારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની કાછી વગાની સીમમાં એક દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ગામનાં એક નાગરિક દ્વારા વનવિભાગને આ બાબતે જાણ કરાતા ઝઘડિયા વન વિભાગના મહેશભાઇએ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને દીપડાના મૃતદેહનો કબજો લીધો હતો,અને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવી દિપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યુ હતું. કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઝઘડીયા વન અધિકારી વિજયભાઇ તડવીએ જણાવ્યું હતું કે આ મૃત દીપડો નર છે,અને આશરે પાંચ ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે.તેની ઉંમર અઢી વર્ષ જેટલી છે. મૃત દીપડાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે,એમ વધુમાં જણાવાયુ હતું.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

ગોધરા : વોર્ડ નં. 11 નાં વિસ્તારમાં સ્થાનિકોનો આક્રોશ…રોડ નહીં તો વોટ નહીંનાં બેનરો લાગ્યા.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના જુદા જુદા ગામોના પસંદગીના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા.

ProudOfGujarat

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સમીરા ખત્રીનું VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!