*બાકી રકમની વસુલાત કરનાર વીજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ
*રાજપારડી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા બાકી બીલોના નાણાં રીકવર કરાતા બહુમાન કરાયુ
કચેરીના કર્મચારીઓએ ઉત્સાહ પુર્વક લાઇનોનુ મેન્ટેનન્સ કામ કરવાની સાથે સાથે વિજબીલોના બાકી નાણાની વસુલાત કરવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી,તે બાબતે વીજ કંપનીના કર્મચારીઓનુ મુખ્ય વીજઅધિકારી દ્રારા સન્માન કરાયું હતુ.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડી વિજળી વિભાગની કચેરીના કાર્યક્ષેત્રમાં અંદાજે ૯૦ જેટલા ગામોનો સમાવેશ થાય છે.હિસાબી માર્ચ માસ પૂર્ણ થતાં વીજ બીલના નાણા બાકી પડતા હોય તેવા ગ્રાહકો પાસે નાણાની નમ્રતા પુર્વક માંગણી કરીને બાકી નાણાંની વસુલાત કરવામાં આવી હતી.આ બાબતે મુખ્ય અધિકારી દ્વારા વીજ કર્મચારીઓની ટીમો બનાવીને જરુરી માર્ગદર્શન સાથે બાકી નાણાંની વસુલાત કરવાની સાથે સાથે લાઇન મેન્ટેનન્સ બાબતે સંબંધિત વિસ્તારોમાં ઓકટોબર માસથી જ સમજણ આપી હતી. કર્મચારીઓ દ્રારા બાકીદારોના બાકી પડતા બીલો પૈકી લાખો રૂપિયાની વસુલાત થઇ હતી. સાથે સાથે લાઇનોનું મેન્ટેનન્સ પણ સફળતાપૂર્વક થયુ હતુ. જેના પગલે કચેરીના મુખ્ય અધિકારીએ તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવીને તેમનું સન્માન કર્યુ હતુ. કર્મચારીઓની કામગીરી બિરદાવવામાં આવતા વિજળી વિભાગની ટીમોના ઉત્સાહમાં વધારો થયો હતો.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી