છેલ્લા કેટલાક દસકાઓથી ભરાતો મેળો કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલ કૃષ્ણપુરી ગામ ખાતેના સુપ્રસિદ્ધ મણીનાગેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે.
આ સ્થળની ગણના ભરૂચ જિલ્લાના પ્રાચિન ધર્મસ્થાનોમાં થાય છે. છેલ્લા કેટલાક દસકાઓથી મણીનાગેશ્વર ખાતે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે.પરંપરાગત ભરાતા અા ભવ્ય મેળામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ભાવિક જનતા આવે છે.ઉપરાંત ઝઘડિયા તાલુકા સહિતના વિવિધ વિસ્તારોની શ્રદ્ધાળુ જનતા શિવરાત્રીના દિવસે અહિં આવીને સ્નાન કરીને પાવન થાય છે.આ સ્થળે સ્નાન કરવાનો પવિત્ર મહિમા છે.હાલમાં કોરોના મહામારી અંતર્ગત કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ફરીથી વધી રહ્યું છે,ત્યારે સરકાર દ્વારા જાહેર સ્થળોએ લોકો એકત્રિત થાય નહિં તેવું જાહેરનામું યથાવત રાખવામાં આવ્યુ હોઇ, કોરોનાની ગાઈડલાઈન મુજબ ચાલુ વર્ષે શિવરાત્રીનો મણીનાગેશ્વર ખાતે ભરાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે.મણીનાગેશ્વર મંદિરના સંચાલકો દ્વારા આ અંગે ભાવિક ભક્તોને નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી