ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર માં આવેલ અને કાંચની ચીજવસ્તુ બનાવતી એક ખાનગી કંપનીમાં એકાએક આગ લાગતા ભારે દોડધામ ની સ્થિતિ સર્જાઈ હતી,આગ લાગવાના પગલે કામદારો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા,
વાય લાઈન વર્કસ કે જે હાલ ના બોરોસીલ ના નામે ઓળખાય છે તે કંપની ના પાછળ ના ભાગે આવેલ ગોડાઉન માં અચાનક આજે સવારે આગ ફાટી નીકળી હતી,આગ જી જ્વાળાઓ અને ધુમાડા ને ગોટેગોટા જોવા મળ્યા કંપની ની આસપાસ વસતા ખરચી સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના લોકોના પણ જીવ ટાળવે ચોટયા હતા ..
અચાનક કંપનીના ગોડાઉન માં લાગેલ ભીષણ આગ ના પગલે ફાયર વિભાગ દ્વારા પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ નગર પાલિકા.ઝઘડિયા ફાયર વિભાગ તેમજ અંકલેશ્વર ફાયર વિભાગ સહિત ખાનગી કંપનીઓના મળી ૧૫ થી વધુ ફાયર લાશકરો ની ટીમે આગ ઉપર કાબુ મેળવવા માટે કલાકોની જહેમત ઉઠાવી હતી,
હાલ કંપની માં આગ ક્યાં કારણોસર લાગી છે તે નું ચોક્કસ કારણ બહાર આવ્યું નથીઃ પરંતુ ગોડાઉન માં રહેલ સામાન ને મોટા પ્રમાણ માં નુકશાની થઇ હોવાનો અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહત નો શ્વાસ લીધો હતો,
કંપની માં લાગેલ આગ ના પગલે મામલતદાર, પોલીસ વિભાગ સહિત ની ટિમો ઘટના સ્થળે પહોંચી હતી,તો બીજી તરફ સ્થાનિક ગ્રામજનોના પણ ટોળા આગને જોકે માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા તમામ ને પોલીસ વિભાગ અને કંપની સિક્યુરિટી વિભાગ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા..
મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લામાં અનેક ઔધોગિક એકમો આવેલા છે જ્યાં અવારનવાર આ પ્રકારની આગ લાગવાની ઘટનાઓ બનતી આવી છે ત્યારે કેટલીક ઘટનાઓ માં કામદારો ના જીવ જોખમાય તે પ્રકારની સ્થિતી નું સર્જન થતુ હોય છે તેવામાં તંત્રએ પણ અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ઉપર કંઈ રીતે અંકુશ મેળવી શકાય તે પ્રકારની કાર્યવાહી ની ટાતી જરુર ઉભી થઈ છે..