સબ સ્ટેશનમાં કોઇ ક્ષતિ સર્જાતા ધુમાડો નીકળ્યો-તેને લઇને વીજ પુરવઠો બંધ કરાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ ૬૬ કેવી વીજ સબ સ્ટેશનમાં આજે ૧૧ કેવીના બસ બાર બ્રેકર માં કોઇ ખામી સર્જાતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જેને લઇને નાસભાગ મચી જવા પામી હતી. આ દુર્ઘટનાને પગલે આ સબસ્ટેશન અંતર્ગતના ૨૦ થી વધુ ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આમાં ઝઘડિયા, રાણીપુરા, અવિધા, ગોવાલી, કપલસાડી, ફુલવાડી, સેલોદ સહીતના ૨૦ થી વધુ ગામોનો સમાવેશ થાયછે. આ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ જતા જ્યોતિગ્રામ યોજના તેમજ ખેતીવિષય વીજ પુરવઠાને અસર પહોંચી હતી. આને લઇને ઝઘડિયા સબ સ્ટેશનના વિસ્તારમાં આવતા જ્યોતિ ગ્રામના તેમજ એગ્રીકલ્ચરના સેકડો વીજ જોડાણો નો વીજ પ્રવાહ અટકી પડ્યો હતો. જોકે આ ઘટનામાં સદનશીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ આ દુર્ઘટનાને પગલે બંધ પડેલ સબ સ્ટેશન પુન: ક્યારે કાર્યરત થશે તે અંગે હાલ કશુ કહી શકાય તેમ નથી. ઝઘડીયા સહિતના ગામોએ વીજ પુરવઠો ખોરવાતા તેની સાથે જોડાયેલા ગામોના માટે વીજ પુરવઠો જેમ બને તેમ જલ્દી શરુ થાય તે માટે વીજ કર્મચારીઓ દ્વારા કવાયત હાથ ધરવમાં આવી હતી.
ઝઘડિયાના વીજ સબ સ્ટેશનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા ૨૦ જેટલા ગામોનો વીજ પુરવઠો ખોરવાયો
Advertisement