Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા – હરિપુરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જ્યો ગંભીર રીતે ઘવાયેલા આધેડ નું મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરિપુરા ગામના પાટિયાં પાસે ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જઇ રહેલી એક મોટરસાયકલ ને ગઇકાલે બપોરના ૧ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ગામ માંડવી તા.ઝઘડીયા ના જેન્તીભાઇ વસાવા નામના ૫૦ વર્ષની ઉંમરના આધેડ ઇસમને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ઇજાઓ થતાં આ આધેડનું મોત નીપજ્યુ હતું.ઉમલ્લા પોલીસે અકસ્માત કરીને નાશી છુટેલા આ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.ધોરીમાર્ગ પર નિયમો નો ભંગ કરી આડેધડ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જે છે.ત્યારે આવા વાહનો ને નિયમોનું ભાન કરાવવા તંત્ર એ આગળ આવવાની જરુર જણાઇ રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ટાઉન પી.આઈ. રાઠવાની માનવતા : એન.જી.ઓ સાથે રહી અંતરીયાળ ગામોમાં કીટ વિતરણ કરાઈ.

ProudOfGujarat

કોરોના મુદ્દે ભરૂચ ભયજનક સ્થિતિમાં, સ્મશાનમાં મૃતકોની લાઈન તો હોસ્પિટલમાં ટેસ્ટિંગ સહિત બાબતોને લઇ લોકોની સંખ્યા વધી..!!!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!