Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન રાખવામાં આવ્યું હતું. રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવે જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ દરમિયાનની કામગીરીની વિગતવાર માહિતિ આપી હતી. જિલ્લા પોલીસવડાએ પોલીસ સ્ટેશનની વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન કર્યુ હતું. વિતેલા વર્ષ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી ડામવા કરેલ કામગીરી સહિત અન્ય કામગીરીનું આ પ્રસંગે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાએ પોલીસ કર્મીઓને જરુરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત કોરોના મહામારી અંતર્ગત કરેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં પાંડેસરા પોલીસ સામે એક યુવકનું કસ્ટોડિયન ડેથ થયું હોવાનું બહાર આવવા પામ્યું જેને પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

વડોદરાના પોઇચા ગામ ખાતે આવેલ એવીડ ઓર્ગેનિકસ કંપનીમાં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલીમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીન અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!