ભરૂચ જિલ્લાના ઝઘડીયા ચાર રસ્તા ખાતે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત અને પાર્થ વેલ્ફેર એસોસીએશનના સંયુક્ત પ્રયાસોથી આજરોજ જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનગૃહ આમ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકો ટ્રાન્સપોર્ટ હબ મનાય છે અને તેના કારણે ઘણા પ્રવાસી મુસાફરોની અવરજવર રહેતી હોય છે, ઉપરાંત સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ ઝઘડિયા માંથી પસાર થતો હોવાથી ઝઘડિયા ચાર રસ્તા ખાતે પે એન્ડ યુઝ શૌચાલયની તાતી જરૂરિયાત હતી. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત અને પાર્થ વેલ્ફેર એસોસિયેશનના સહિયારા પ્રયાસથી આજરોજ જાહેર શૌચાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ સુરેશભાઈ વસાવા, પાર્થ વેલ્ફેરના અધિકારીઓ તેમજ ગામ આગેવાનો વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર, દિલીપભાઈ પટેલ, કરણસિંહ પરમાર તેમજ નરેશભાઈ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ