ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાના ૭૮૭ માં ઉર્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગઈકાલે દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.
તારીખ ૬ ના રોજ પરંપરાગત રીતે સંદલ શરીફ રતનપુરથી ચાલતા નીકળી બાવાગોર દરગાહ શરીફ પર ચડાવાય છે. ત્યારબાદ સંદલ શરીફની રસમ અદા કરવામાં આવે છે. જે આ વર્ષે સંદલ શરીફને જમાલ બાવા બરોડાવાળાના હસ્તે દરગાહ શરીફ પર ચઢાવામા આવ્યું હતું.
જેમાં સૌકત અલી બાપુ રતનપુર વારા વગેરે સૈયદ સાદાતો સંદલ શરીફમાં હાજર રહ્યા હતા અને દેશમાં અમન અને શાંતિ બની રહે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ મુબારક 3 દિવસ ઉજવામાં આવશે જેમાં આજે સાંજે નાત શરીફનો પોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં સબ્બીર બરકાતી અને બીજા દિવસે કવ્વાલીનો પોગ્રામ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રસિઘ્ધ હજરત બાવગોરિશાની દરગાહ પર હજારોની સંખ્યામાં હિંદુ – મુસ્લિમ સમુદાયના લોકો નિયમિત હાજરી આપી કોમી એકતાના દર્શન કરાવે છે. પરંપરાગત રીતે વર્ષોથી દરગાહ પર નિયમિત હાજરી આપી ધન્યતા અનુભવે છે.
ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.
Advertisement