ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રાજશ્રી પોલીફિલ કંપનીના સહયોગથી પીવાના પાણીના આરો પ્લાન્ટનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કંપનીના સીએસઆર ફંડમાંથી ઉમલ્લા ગામે ગ્રામજનોની સુવિધા માટે ૪૦૦૦ લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં આરપીએલ કંપનીના સંજયભાઇ અગ્રવાલની ઉપસ્થિતિમાં ઝઘડીયાના પ્રાંત અધિકારીના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. ગ્રામજનોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આર.ઓ પ્લાન્ટની સુવિધા અત્રે ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે ઝઘડીયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશભાઇ વસાવા, ઝઘડિયા મામલતદાર, ઉમલ્લાના સરપંચ
સરોજબેન વસાવા, અગ્રણી રશ્મિકાંત પંડ્યા, દુ.વાઘપુરાના સરપંચ મુકેશભાઈ વસાવા તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઉમલ્લા ખાતે પીવાના પાણી માટેના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.
Advertisement