Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ભાલોદ ગામથી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નવી વસાહતમાંથી પોલીસે જાહેરમાં મહેફીલ જમાવી જુગાર રમતા ૭ ખેલીઓને ઝડપી લઇને રુ. ૩૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે આ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પીએસઆઇ જે.બી.જાદવને બાતમી મળી હતી કે ભાલોદ ગામે કેટલાક ઇસમોએ જુગારની મહેફીલ જમાવી છે. પોલીસે બાતમી મળ્યા મુજબ ભાલોદ ગામની નવી વસાહતમાં રેડ કરતા મુખ્તીયાર શેખના મકાનની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇને આ ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળેથી સદ્દામ બસીર શેખ રહે. ભાલોદ, મેહુલસિંહ મનોજસિંહ ગોહીલ રહે. નવા ટોઠીદરા, યુવરાજ કનુ રાજમલ રહે.ભાલોદ, રવિ રમણ રાજમલ રહે.ભાલોદ, દસ્તગીર શહિદ કુરેશી રહે.ભાલોદ, મુખ્તીયાર ગુલામ શેખ રહે.ભાલોદ તેમજ અનિલ સોમા વસાવા રહે.નવા ટોઠીદરાને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રુ.૩૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નડિયાદ : નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ૨.૦ હાથ ધરાયુ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન : આરોગ્ય વન અને એકતા મોલનું લોકાર્પણ….

ProudOfGujarat

ગોધરા: પંચમહાલ પોલીસે શહેરના વચલા ઓઢા વિસ્તારમાંથી નવ ગૌવંશ બચાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!