Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પડવાણીયા ગામે સાડી સળગતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે ચુલો સળગાવતી યુવતીની સાડીને આગ લાગી જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પડવાણીયા ગામે રહેતી સોનલબેન અનિલભાઇ વસાવા નામની ૨૪ વર્ષીય યુવતીને ગત તા.૮ મીના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરમાં ખાવાનું બનાવવાનું હોઇ તેણીએ ચુલો સળગાવવા ચુલામાં કેરોસીન નાંખી દિવાસળીથી આગ ચાંપતા યુવતીએ પહેરેલ સાડીને આગે પકડી લીધી હતી. સાડીમાં લાગેલ આગથી યુવતી ગંભીર રીતે દાઝી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલ સોનલબેનને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરુર જણાતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીની સારવાર ચાલતી હતી. દરમિયાન ગતરોજ તા.૨૧ મીના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન આ યુવતીનું મોત થયું હતું. ગામની ૨૪ વર્ષીય યુવતીનું દાઝી જવાથી કરુણ મોત નીપજતા સમગ્ર પડવાણીયા ગામ હિબકે ચડ્યુ હતુ, અને ગામમાં માતમનો માહોલ છવાયો હતો. આ ઘટના બાબતે જમનાબેન વસાવા રહે. ગામ પડવાણીયા તા.ઝઘડીયાનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભારેકરી – ભરૂચના બે યુવાનો બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના મન્નતની દીવાલ કૂદી અંદર પ્રવેશી ગયા, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

વડોદરામાં રસ્તે રખડતી ગાયે યુવાન સહિત એક બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજા.

ProudOfGujarat

મુંબઈમાં જન્મની ખુશીના પૈસા ન આપતાં નવજાત બાળકીનું બે કિન્નરે ઘરમાંથી અપહરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!