Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા અને નેત્રંગ તાલુકા ભાજપાની ટીફિન બેઠકો યોજાઇ.

Share

આજરોજ તા.૨૦ મી માર્ચના રોજ અને નેત્રંગ તાલુકા ભાજપા દ્વારા ટીફિન બેઠકો યોજાઇ હતી.

નેત્રંગ ખાતે તાલુકા ભાજપાના પ્રભારી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યાની ઉપસ્થિતિમાં કોયલી માંડવી ખાતે રાયસંગભાઇ વસાવાના ઘરે ટીફિન બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે રશ્મિકાન્ત પંડ્યાએ મનકી બાત, બુથ અને પેજ સમિતિ, નમો એપ જેવા વિષયો બાબતે અત્રે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને વિસ્તૃતમાં સમજણ પાડી હતી. જ્યારે ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામે સિકોતર માતાના મંદિરે યોજાયેલ ટીફિન બેઠકમાં ભાજપા અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ માટિએડા, રવજી વસાવા, ભુપેન્દ્રસિંહ રાઠોડ, કેતવભાઇ, નરેન્દ્રસિંહ રાજ,હિરલ પટેલ, વિક્રમસિંહ રાજ,એપીએમસીના ચેરમેન દિપક પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ રિતેશ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયત સદસ્યો આરતીબેન પટેલ, સોનલબેન રાજ, સુનિતાબેન વસાવા તેમજ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત હતા. ટીફિન બેઠકમાં કાર્યકરોએ પોતાના ઘરેથી ટીફિન લઇ જવાના હોય છે અને સમુહમાં જમવાનું હોય છે. આયોજિત ટીફિન બેઠકમાં ઉપસ્થિત કાર્યકરોને સંગઠન વધુ મજબુત બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

એકતાનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં મંત્રી પૂર્ણેશભાઇ મોદી.

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સૂર્યા મરાઠી ના એક સાગરીત ને દેશી તમંચા તેમજ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!