Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે જમવાનું બનાવવાની વાતે પતિએ પત્નીને કુહાડી મારી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે એક મહિલા પર તેના પતિએ જમવાનું બનાવવાની વાતે ઝઘડો કરી કુહાડી મારતા મહિલા તેમજ તેની પુત્રીને ઇજાઓ થઇ હતી.

ઝઘડીયા પોલીસના જણાવ્યા મુજબ તા.૧૮ મીના રોજ ગુમાનપુરા ગામની ચંપાબેન જયંતીભાઇ વસાવા નામની મહિલા તેના ઘરે રાતના આઠેક વાગ્યાના સમયે જમવાનું બનાવતી હતી, તે દરમિયાન તેના પતિ જયંતીભાઇ છનાભાઇ વસાવાએ ત્યાં આવીને જમવાનું બનાવ્યુ કે કેમ તે બાબતે પુછ્યું હતુ. ત્યારે મહિલાએ શાક બની ગયું છે અને ખીચડી બનાવું છુ, એમ જણાવતા ઉશ્કેરાયેલા જયંતીભાઇએ જમવાનું કેમ નથી બનાવ્યું, એમ કહીને પત્નિને ગાળો દઇને માર માર્યો હતો. ઉપરાંત નજીકમાંથી કુહાડી લઇ આવીને તેને માથા પર કપાળના ભાગે મારી હતી. ચંપાબેનની ૧૫ વર્ષીય પુત્રી પ્રિયંકા છોડાવવા વચ્ચે પડતા તેને પણ માથામાં કપાળના ઉપરના ભાગે મારતા ચામડી ફાટી જઇને લોહી નીકળ્યુ હતું. આ ઘટના બાબતે ચંપાબેન વસાવાની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે જયંતીભાઇ છનાભાઇ વસાવા રહે.ગુમાનપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં IPL મેચ જોવા જનારે પાર્કિંગ માટે કરવું પડશે ઓનલાઈન બુકિંગ.

ProudOfGujarat

ભરૂચ : સરકારની મનમાની : રાજકીય કામોમાં છૂટ, તો ધાર્મિક કામોમાં રોકટોક શા માટે..?

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બંધનાં ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!