ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાડીમાં ગીતો વગાડીને જતા ઇસમો પર અન્ય છ જેટલા ઇસમોએ હુમલો કર્યો હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. ઝઘડીયા પોલીસના જણાવ્યા મુજબ તા.૧૮ મીના રોજ ધુળેટીનો તહેવાર હોવાથી મોરણ ગામના કેટલાક ઇસમો તેમની ગાડીમાં ગીતો વગાડીને જતા હતા, તે દરમિયાન ગામના અન્ય કેટલાક ઇસમોને ગીતો વગાડવાની બાબતે ખોટુ લાગતા તેમણે ગાડીમાં ગીતો વગાડનાર સાથે ઝઘડો કરીને લાકડી તેમજ સ્ટીલની પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મોરણના સુશીલાબેન સુંદરભાઇ વસાવા સહિત અન્ય કેટલાક ઇસમોને ઇજાઓ થઇ હતી. ઘટના બાબતે સુશીલાબેન વસાવાની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે રોશન રમેશ વસાવા, સન્મુખ સાવકભાઇ વસાવા, નવીન ભાવસીંગ વસાવા, કાંતિભાઇ દલપતભાઇ વસાવા, મહેશ દલપતભાઈ વસાવા તેમજ અશ્વિનભાઇ ભારસીંગ વસાવા તમામ રહે.ગામ મોરણ તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ