Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના દુ.વાઘપુરા ગામે આર.ટી.આઇ માંગવાની અદાવતે થયેલ મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસેના દુ.વાઘપુરા ગામે એક નાગરિક અજય વસાવા દ્વારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો બાબતની માહિતિ માંગવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તલાટી દ્વારા માંગેલ માહિતિ નિર્ધારિત સમયમાં ન અપાતા આ બાબતે વિવાદ સર્જાયો હતો. દરમિયાન ગતરોજ તા.૧૭ મીના રોજ માહિતી માંગનાર અજય ચુનિલાલ વસાવા તેમજ તેમના ભાઇ અને માતા પર હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ હોળીનો દિવસ હોઇ સાંજના છ વાગ્યાના અરસામાં દુ.વાઘપુરા ઉમલ્લાના ચંદનનગરી ખાતે વિનોદભાઇ ચુનીલાલ વસાવા, તેમની માતા રમીલાબેન વસાવા તેમજ ભાઇ અજય ચુનીલાલ વસાવા હોળી પ્રગટાવવાના સ્થળે લાકડા મુકવા ગયા હતા. આ લોકોને જોઇને ત્યાં હાજર આસીફભાઇ એહમદભાઇ શેખ તેમજ ઉમેશભાઇ લલ્લુભાઈ પ્રજાપતિ બન્ને રહે.દુ.વાઘપુરાનાએ વિનોદભાઇને કહ્યુ હતુકે તમારાવાળાને આરટીઆઇની માહિતિ માંગવા જોઇએ છે, એમ કહીને ગાળો દીધી હતી. ત્યારબાદ આ બન્ને ઇસમો ઉપરાંત પ્રેમદાસ ઉર્ફે લાલો રામદાસ વસાવા, વિનોદભાઇ પુનિયાભાઇ વસાવા, રસીકભાઇ ઉર્ફે શંકરભાઈ અશોકભાઈ વસાવા, મનુભાઇ મોહનભાઇ વસાવા તેમજ ધર્મેશભાઇ દિનેશભાઇ વસાવા તમામ રહે.ગામ દુ.વાઘપુરાનાએ એકસંપ થઇને પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. આ મારામારી દરમિયાન વિનોદભાઇ ચુનીલાલ વસાવા, રમીલાબેન ચુનીલાલ વસાવા તેમજ અજયભાઇ ચુનીલાલ વસાવા ઇજાગ્રસ્ત થતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ આ પૈકીના આસીફભાઇ એહમદભાઇ શેખ તેમજ ઉમેશભાઇ લલ્લુભાઈ પ્રજાપતિએ તમને આરટીઆઇ માંગવાની આદત પડી ગઇ છે એમ કહીને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટના બાબતે ચંદનનગરી દુ.વાઘપુરા ઉમલ્લાના વિનોદભાઇ ચુનીલાલ વસાવાએ ઉપરોક્ત સાત ઇસમો સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી ડી.એસ શાખ દ્વારા પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક આદિવાસી લોકો સામે ઓરમાર્યુ વર્તન જાતિભેદ કરતાં અધિકારી સામે તેમજ રોજગારી આપવા યુવતીઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં તમામ શોપિંગ મોલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!