ચાલુ વર્ષે એસએસસી બોર્ડની પરિક્ષાની શરૂઆત થયા બાદ ગુજરાતી અને વિજ્ઞાનના વિષયોના બે પેપરો પુર્ણ થયા છે,ત્યારે આ ગુજરાતી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો પ્રમાણમાં સહેલા નીકળ્યા હોવાની આનંદસભર લાગણી વિદ્યાર્થી આલમમાં જોવા મળી.પરિક્ષા શરૂ થયાના પ્રથમ દિવસે માતૃભાષા ગુજરાતીના પેપર સાથે વિદ્યાર્થીઓએ જીવનની કારકીર્દિના પ્રથમ પગથિયાં જેવી એસએસસી બોર્ડની પરિક્ષા ઉત્સાહમય માહોલ વચ્ચે આપી.રાજપારડી કેન્દ્રના ડી.પી.શાહ હાઇસ્કુલ અને પાણિની પ્રજ્ઞા પરબ શાળાના બંને પરિક્ષા સ્થળોએ બંને પ્રશ્નપત્રો દરમિયાન ગેરરીતિનો કોઇ બનાવ બનવા પામ્યો નથી. કેન્દ્રના બંને પરિક્ષા સ્થળોએ પરિક્ષાના બીજા દિવસે વિજ્ઞાનના પેપરમાં કુલ ૨૪ પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.પરિક્ષા ટાણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement