ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા તેમજ રાજપારડી પંથકના ગામોની આસપાસના વિસ્તારોમાં વીજ ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ, જેમાં અંદાજે ૧૦૦ થી વધુ વીજ મિટરોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૬ વીજ મિટરોમાં ચેડા થયા હોવાનુ બહાર આવ્યુ હતું. ૬ વીજ મિટરોમાં વિવિધ પ્રકારે વિજચોરી થઇ હોવાનુ બહાર આવતા કુલ રુ. ૫ લાખથી વધુ રકમના બિલો આ ગ્રાહકોને અપાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ઉમલ્લા, રાજપારડી વિસ્તારોમાં પોરબંદર, રાજકોટ, અંજારની વીજ વિજિલન્સની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ. વીજળી વિભાગ દ્વારા વીજચોરી કરતા પકડાયેલા લોકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાતા વીજચોરી કરતા ઇસમોમાં ગભરાટ ફેલાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement