Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો ડોકટર ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતા એક ડોકટરને પોલીસે દવાખાનાને લગતા સામાન સાથે ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ભરુચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ડિગ્રી વિનાના કેટલાક નકલી ડોકટરો ઝડપાવાની ઘટનાઓ બનવા પામી હતી, ત્યારે હાલ દધેડા ગામે પોલીસે મેડિકલની માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા ડોકટરને ઝડપી લીધો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગત તા.૧૧ મીના રોજ પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવે છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા દવાખાનામાં એક માણસ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું જોવા મળ્યુ હતું. પોલીસ તપાસ દરમિયાન તેનું નામ સમલ સુશાંતા સતિષ બિસ્વાસ હોવાનું જણાયુ હતું, તેમજ મુળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાનો રહીશ આ ઇસમ હાલ અંકલેશ્વર ખાતે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. સદર ઇસમ ઇન્ડિયન કાઉન્સિલ પેરા મેડિકલના જોન એસોસિયેશન કોલકાતા આધારે માત્ર દવાજ આપી શકે છે તેમ છતાં મેડિકલ ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદાજુદા દર્દીઓને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા તથા ઇન્જેક્શનો આપી સારવાર કરતો હોવાનું જણાયુ હતું. પોલીસે દવાખાનામાં તપાસ કરતા વિવિધ દવા ઇન્જેક્શનો તેમજ દવાખાનાને લગતો અન્ય સામાન મળી આવ્યો હતો. ઝઘડીયા પોલીસે દધેડા ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા આ કથિત બોગસ ડોક્ટર સમલ સુશાંતા સતિષ બિસ્વાસ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

રક્ષાબંધન નો પર્વ નજીક હોવાછતાં બજારોમાં મંદીનું વાતાવરણ જાણો કેમ…

ProudOfGujarat

કાવલી ગામ ખાતેથી જુગાર ધામ પર ક્રાઇમ બ્રાંચ ના દરોડા, હજારો ના મુદ્દામાલ સાથે આઠ જેટલા ખૈલી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!