ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ યુપીએલ કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ જીઆઈડીસીની આજુબાજુના ગામોમાં વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી તેમજ શિક્ષણલક્ષી કામગીરી કરવામાં આવે છે. કંપની દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયતની કપલસાડી બેઠકના કપલસાડી, ફૂલવાડી, સરદારપુરા, ઉટીયા, સેલોદ ગામોની ૬૦ જેટલી મહિલાઓને સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિવિધ રોજગારલક્ષી તાલિમ આપવામાં આવી હતી. આ પાંચેય ગામોની કુલ ૬૦ મહિલાઓ પૈકી ૩૦ મહિલાઓને બ્યુટી પાર્લરની તેમજ ૩૦ મહિલાઓને ટેલરીંગ કામની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતની કપલસાડી બેઠકના સદસ્ય, ફુલવાડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ, કિરણભાઈ પટેલ તથા ફુલવાડી ગામના ઉપસરપંચ સંદીપભાઈ પટેલ તેમજ યુપીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement