Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે બે પરિવારો બાખડયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે બે પરિવારો વચ્ચેના ઝઘડામાં એક મહિલાને લાકડીનો સપાટો માર્યો હોવા બાબતે ફરિયાદ લખાવવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના સારસા ગામે રહેતો પરિણિત અને બે સંતાનોનો પિતા કિશન રામજી વસાવા નામનો યુવક પાંચેક મહિના પહેલા ગામની રેખા નામની એક છોકરીને લઇને ભાગી ગયો હતો. દરમિયાન ગતરોજ તા. ૧૧ મીના રોજ આ ભાગી ગયેલ યુવક અને યુવતી સારસા ગામે યુવક કિશનના ઘરે આવ્યા હતા. આ બાબતની જાણ યુવતીના પિતા મહેન્દ્રને થતાં તે તેના પુત્ર સાથે ત્યાં આવ્યો હતો. તે લોકો ગાળો બોલીને કિશનની માતા વિલાષબેનને કહેવા લાગેલ કે તારો છોકરો કિશન અમારી છોકરી રેખાને લઇને કેમ ભાગી ગયો હતો? તમને ખબર હોવા છતાં અમને જાણ કરેલ નથી. એમ કહીને મહેન્દ્રએ આ મહિલાને પગની જાંઘ પર લાકડીનો સપાટો માર્યો હતો. ઉપરાંત મહેન્દ્રના પુત્રએ પણ ઢિકા પાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. આ બનાવ બાબતે વિલાષબેન રામજીભાઇ વસાવા રહે.ગામ સારસા તા.ઝઘડીયાનાએ સારસાના મહેન્દ્ર કાલિદાસ વસાવા અને તેના પુત્ર વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ અને નાની નારોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા

ProudOfGujarat

રાજપારડી ગામે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયા.

ProudOfGujarat

વડોદરાનાં આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઉપર જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!