તા.૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપિપળા ખાતે અન્નપુર્ણા ફાઉન્ડેશન દ્વારા નારી ગૌરવ રત્ન એવોર્ડ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ એવોર્ડ માટે ૧૪૪ જેટલી ઓનલાઇન એન્ટ્રીઓ સ્વિકારવામાં આવી હતી. જે પૈકી ગુજરાતની ૩૪ જેટલી મહિલાઓની એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા શાળાના શિક્ષિકા નશીમબાનું ખોખરની પણ આ એવોર્ડ માટે પસંદગી થતાં તેમણે પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા અને વ્યક્તિગત રીતે વિશિષ્ટ કાર્યો કરીને સિદ્ધિઓ મેળવવા બદલ આ એવોર્ડ માટે નશીમબાનું ખોખરની પસંદગી થઇ હતી. આ પહેલા ગુજરાત તેમજ ગુજરાત બહારની ઘણી સંસ્થાઓ દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝઘડીયાની શિક્ષિકાએ આ બહુમાન મેળવીને તાલુકા સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ