ઝઘડીયા તાલુકાના સારસા ગામે દહેજની મેઘમણી કંપની દ્વારા પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ કરવામાં આવી હતી. હાલમાં કંપનીમાં કામ કરતા સારસા પ્રાથમિક શાળાના ભુતપૂર્વ વિધ્યાર્થી ગિરીશભાઇની ભલામણથી કંપનીના સીએસઆર ફંડમાંથી બેગ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કંપનીના અધિકારી અભિષેક મિશ્રા, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, આચાર્ય સુરેશભાઈ, સરપંચ પ્રેમિલાબેન વસાવા, ઉપસરપંચ ભાવિશા પટેલ,પંચાયત સદસ્ય બાબરભાઇ પરમાર,તાલુકા પંચાયત સદસ્યો આરતીબેન પટેલ, સોનલબેન રાજ, અગ્રણીઓ દિનેશ વસાવા, નરેન્દ્રસિંહ રાજ, સતિષ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓએ શિક્ષણ પ્રત્યે યોગ્ય રુચિ કેળવીને ઉચ્ચ કારકિર્દી બનાવી શકાય છે તેવી વાત કરીને બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ કેળવવા અનુરોધ કર્યો હતો. શાળાની બાળાઓએ સ્વાગત ગીત ગાઇને ઉપસ્થિતોનું સ્વાગત કર્યુ હતું. સારસા પ્રાથમિક શાળાના ભુતપૂર્વ વિધ્યાર્થી અને સારસાના વતની ગિરીશભાઇના પ્રયત્નોથી તેમની કંપની દ્વારા સ્કુલબેગ વિતરણ કરવામાં આવી તે કામગીરીને આચાર્ય સુરેશભાઈએ આવકારી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ