Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના સારસા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને રોજગારલક્ષી યોજનાઓની અપાઈ માહીતી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજે નાબાર્ડ અને વિજયભારતી સંસ્થા સારસાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નાબાર્ડના અધિકારી અનંત વર્ધમ, ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, તાલુકા પંચાયત સદસ્યો આરતીબેન પટેલ, સોનલબેન રાજ અને વિધ્યાબેન વસાવા, વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિત, એનજીઓ ગુંડેચાના મહેશ વસાવા, યુવા ભાજપા કાર્યકરો હિરલ પટેલ તેમજ દિનેશ વસાવા, બલેશ્વરના સરપંચ રમેશ વસાવા, સારસાના ઉપસરપંચ ભાવિશાબેન પટેલ, ઝઘડીયા તાલુકાના સખીમંડળના અધિકારી નર્મદાબેન, આમોદના સરપંચ રંજનબેન વસાવા, સામાજિક અગ્રણી નરેન્દ્ર રાજ, બેન્ક અધિકારીઓ તેમજ અગ્રણીઓ અને આજુબાજુના ગામોએથી આવેલ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અગ્રણીઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું મહત્વ સમજાવીને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહિલાઓ રોજગાર બાબતે સ્વાવલંબી બને તે માટે વિવિધ રોજગારલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. સખી મંડળોના માધ્યમથી વિવિધ કામ દ્વારા આર્થિક આવક કેમ મેળવી શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આજે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, ત્યારે પોતાની બેટીઓને યોગ્ય શિક્ષણ આપીને તેઓ સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવે એ જોવાની આપણા સહુની ફરજ છે, એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી. ઉપરાંત નશાબંધી જાગૃતિ અપનાવીને વ્યસનમુક્ત ભારતનું નિર્માણ કરવા સહુકોઇ કટિબદ્ધ બને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો. અંતે વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિતે સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (રહેમતુલ્લાહ અલયહે) નો ૪૩૬ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

ProudOfGujarat

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે ભારતનું પ્રથમ વૈશ્વિક રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!