Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

Share

ઉમલ્લાની કે.આર. પટેલ વિદ્યામંદિરના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે પરિક્ષાલક્ષી સ્વાધ્યાય પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે દાતાઓ દલુભાઈ વસાવા અને ઊર્મિલાબેન વસાવા તેમજ ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે.આર. પટેલ વિદ્યામંદિરના પ્રમુખ જે.એમ. દેસાઈ તથા શાળા પરિવારે દાતાઓનો આભાર માન્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. રશ્મિકાન્ત પંડ્યાએ પણ વિદ્યાર્થીઓને મળેલ લાભનો સદઉપયોગ કરી પરિક્ષામાં સુંદર પરિણામ મેળવવા મહેનત કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ શાળાના હોલ માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

ProudOfGujarat

“सुपर 30” में पटना स्थित बिहारी शिक्षक के रूप में रितिक रोशन को पहचान पाना हुआ मुश्किल!

ProudOfGujarat

ભાવનગર જીલ્લા કોગ્રેસ પ્રમુખ તરિકે નવા નિમાયેલા પાલીતાણા ના માજી ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ રાઠોડ નો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!