Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની બિનહરિફ વરણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણીને લઇને વિવાદ ઉભો થયો હતો. ગ્રામ પંચાયતની ચુંટણી બાદ ઉપસરપંચની ચુંટણીમાં એક ઉમેદવારની ઉમેદવારી કોઇ કારણોસર રદ થઇ હતી, તેથી બીજા પ્રતિસ્પર્ધી ઉમેદવારને ઉપસરપંચ તરીકે બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વરણીને લઇને વાંધા અરજી મુક‍વામાં આવી હતી. દરમિયાન હાલમાં ઉપસરપંચની ચુંટણી યોજવાનું ફરીથી જાહેર થયા બાદ ગ્રામ પંચાયતના ચુંટાયેલા ત્રણ સભ્યોએ તાલુકા જિલ્લાના અધિકારીઓને આવેદન આપી ચુંટણી નિયમ વિરુધ્ધ હોવાના આક્ષેપ સાથે ચુંટણી મોકુફ રાખવા માંગ કરી હતી. પરંતું ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચુંટણી તેની જાહેરાતના નિર્ધારિત સમયે આજરોજ તા.૭ મી માર્ચના રોજ દુ.વાઘપુરાના ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.

ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીનાબેન દિવ્યકાન્ત વસાવાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. ઉપસરપંચની ચુંટણીમાં તેમના સિવાય અન્ય કોઇ સભ્યએ ઉમેદવારી ન કરતા તેમને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત ઉપસરપંચને સરપંચ તેમજ પંચાયત સદસ્યોએ અભિનંદન આપ્યા હતા. નવનિયુક્ત ઉપસરપંચ મીનાબેન વસાવાએ પણ તેઓ ગામના વિકાસ માટે હંમેશ પ્રયત્નશીલ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

મમ્મીએ ધ્રૂજતા હાથે રડતાં રડતાં દીકરા સિદ્ધાર્થ શુક્લાને મુખાગ્નિ આપ્યો: ચોધાર આંસુ સાથે આપી વિદાય

ProudOfGujarat

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારના અધ્યક્ષસ્થાને છ જિલ્લાઓની ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!