Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ખાનગી બસને અકસ્માત થતાં એકનું મોત- અન્ય દસને ઇજા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પુલના ડિવાઇડર વોલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ૧૧ જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી એકનું કરુણ મોત નીપજ્યુ હતું.

મળતી વિગતો મુજબ આ બસ ઝઘડીયાની બિરલા સેંચુરી કંપનીના કર્મચારીઓને લઇને ઝઘડીયા તરફ જઇ રહી હતી ત્યારે રતનપુર નજીક બસચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલની વોલ ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં નર્મદા જિલ્લાના તરોપા ગામનો મનિશભાઇ રવિદાસ વસાવા નામનો ઇસમ બસમાં ફસાઇ ગયો હતો. આ બસમાં દબાઇ ગયેલા ઇસમ સાથે કુલ ૧૧ જેટલા ઇસમોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત કામદારો પૈકીના મનિશભાઇ રવિદાસભાઇ વસાવા રહે.તરોપા.જી.નર્મદાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. અકસ્માતની જાણ થતા રતનપુરના સ્થાનિક યુવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અન્ય ૧૦ કામદારોને ગંભીર ઇજાઓ પહોચતા અવિધા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અકસ્માતમાં બસનો કંડકટર તરફનો ભાગ અંદાજે ૭ થી ૮ ફુટ જેટલો ચીરાઇ જતા બસમાં સવાર કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બસમાં ૫૦ જેટલા કામદારો બેઠેલા હતા. બસ ચાલક ગફલતભરી રીતે બસ હંકારતો હોઇ બસમાં બેઠેલા માણસોએ આ બાબતે તેનું ધ્યાન પણ દોર્યુ હતું. ત્યારે રતનપુર નજીક એકાએક બસ ચાલકે કાબુ ગુમાવતા બસ પુલની રેલિંગ સાથે અથડાતા આ કરુણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાયા હતા.

આ અકસ્માતમાં (૧) દિપકભાઇ ઇશ્વરભાઇ રોહિત, (૨)સરસ્વતીબેન નેલસંગ વસાવા, (૩)રક્ષાબેન વસાવા, (૪)સુરેશભાઇ ચૈતરભાઇ વસાવા, (૫) ધરમસિંગભાઇ ગોપાલભાઇ વસાવા, (૬) નિરવભાઇ પરેશભાઇ વસાવા, (૭) નેસર્ગભાઇ અરવિંદભાઇ રોહિત, (૮) જ્યોતિકાબેન નગીનભાઇ પરમાર, (૯) મોહિનીબેન કંચનભાઇ રોહિત તેમજ (૧૦) કિર્પણભાઇ છગનભાઈ વસાવાને ઇજાઓ થતા અંકલેશ્વર સારવાર માટે લઇ જવાયા હતા. આ અકસ્માતમાં બસમાં દબાઇ ગયેલ મનિશભાઇને બસના પતરા કાપી બહાર કઢાયા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. અકસ્માતની આ ઘટના બાબતે કિર્પણભાઇ છગનભાઈ વસાવા રહે.ઢોલાર જિ.નર્મદાનાએ રાજપારડી પોલીસમાં બસ ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

લીંબડી માં કોંગ્રેસની જન સંપર્ક રેલી જાણો વધુ

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં અગર ગામ પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે વિધ્યાવાસીની ટ્રસ્ટ દ્રારા ભવ્ય જાગરણ યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!