Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસને આજે સવારે અકસ્માત થતાં સાત જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ આ ખાનગી બસ કામદારોને લઇને ઝઘડીયા જીઆઇડીસીમાં જઇ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં રતનપુરના સ્થાનિક રહીશો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રતનપુરના સ્થાનિક અગ્રણી હૈદરભાઇ બાદશાહનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે આ અકસ્માતમાં કેટલીક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી સરકારી દવાખાને લઇ જવાયા હતા. અકસ્માતમાં એક ઇસમ બસના દરવાજા પાસે ફસાઇ જતા બસનું પતરુ કાપીને તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ આ ફસાયેલ ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, આ ઇસમ બેહોશ થઇ ગયો હતો તેમજ તેના નાકમાંથી લોહી નીકળતુ હોવાની વાત ઘટના સ્થળે એકત્ર થયેલ લોકો દ્વારા જાણવા મળી હતી. એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા આ ફસાયેલ ઇસમને સ્થળ પરજ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે આ ફસાયેલ ઇસમ બેહોશ થઇ જતા ચિંતા ફેલાવા પામી હતી. બસમાં ઝઘડીયા જીઆઇડીસીમાં જતા જે કામદારો મુસાફરી કરી રહ્યા હતા તેમના સંબંધીઓને ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા રાજપારડી વચ્ચે છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. અાજના આ અકસ્માતે અકસ્માતોની વણથંભી પરંપરાને જાળવી રાખી હોય એમ જણાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છેકે અંકલેશ્વર રાજપિપલા વચ્ચેનો ધોરીમાર્ગ તેના પરથી દોડતા વાહનોની મોટી સંખ્યાને લઇને ચોવીસ કલાક વાહનોની રફતારથી જીવંત રહેતો માર્ગ ગણાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી હતી. હાલમાં કેટલાક સ્થળોએ માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ તેના પરથી દોડતા વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઇને છ માર્ગીય બનાવવાની જરુર જણાય છે. આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બધા માર્ગોમાં મહત્વનો મનાય છે. ઝઘડીયા રાજપારડી વચ્ચે ભુતકાળમાં સર્જાયેલા ઢગલાબંધ અકસ્માતોમાં કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નડિયાદનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ખાળકૂવાનો સ્લેબ તૂટતાં નાસભાગ, એક મહિલાને ઇજા.

ProudOfGujarat

ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : આત્મીય હૉલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!