ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રાજપારડી કાર્યાલયના નાયબ ઇજનેર ડેવિડ વસાવાનું ગામ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
આ અંગે મળતી વિગતો મુજબ વીજ કંપની દ્વારા વિવિધ વીજ સમસ્યાઓના હલ બાબતે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીને લઇને અધિકારીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને ગામ અગ્રણીઓ દ્વારા નાયબ ઇજનેરનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વીજ અધિકારીએ ગ્રામજનોનો આભાર માન્યો હતો. વધુમાં વીજળી અંગે જો કોઇ સમસ્યા ધ્યાનમાં આવેતો કાર્યાલયનું ધ્યાન દોરવા અનુરોધ કર્યો હતો. નર્મદા કાંઠા વિસ્તારના આ ગામો માટે અલગ સબસ્ટેશનની જરુર હોવાની વાતે નાયબ ઇજનેર દ્વારા આ પંથકને અલગ સબસ્ટેશન ફાળવવામાં આવે તે માટે પોતે ઘટતા પ્રયત્નો કરશે એમ જણાવ્યુ હતું. વિશેષમાં ઉનાળો શરુ થઇ રહ્યો છે ત્યારે વીજ પુરવઠો યોગ્ય રીતે મળતો રહે તે માટે વીજ કંપનીના કર્મચારીઓ હંમેશ કટિબદ્ધ હોવાની વાત ઉચ્ચારી હતી. અને ગ્રામજનોનો આ બાબતે પુરો સહયોગ મળતો રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડી વીજ કંપનીના ઇજનેરનું કરાયું સન્માન.
Advertisement