Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : વણાકપોર પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા એક ઇસમનું કરૂણ મોત અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર વણાકપોર ગામ પાસે આવેલ વળાંક પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં એક ઇસમનું સારવાર દરમિયાન મોત કરૂણ મોત નિપજ્યું હતુ,જ્યારે આ અકસ્માતમાં અન્ય બે ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા.આ અંગે રૂપસિંગભાઇ સોમાભાઇ વસાવા રહે.ગામ ઉચ્છબ તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીના મોટાભાઇ ઝીણાભાઇ સોમાભાઇ વસાવા અને હરિપુરા ગામના છગનભાઇ નવલભાઇ વસાવા એકસલ લુના મોટરસાયકલ લઇને ભાલોદ સરકારી દવાખાને ઉંમર અંગેનો દાખલો લેવા જતા હતા ત્યારે વણાકપોર ગામ પાસે સામેથી આવતી એક મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની જાણ થતાં માણસો ઘટના સ્થળે પહોંચી જતા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ ત્રણ ઇસમોને એમ્બ્યુલન્સ બોલાવી અવિધા ખાતે સારવાર માટે મોકલ્યા હતા.જ્યાં ઝીણાભાઇ વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હતુ.તેમની સાથેના છગનભાઈ વસાવાને તેમજ અન્ય મોટરસાયકલ ચાલકને શરીર પર ઇજાઓ થઇ હતી.રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.રાજપારડી પંથકમાં વધી રહેલા અકસ્માતોને પગલે જનતા ચિંતિત બની છે.વારંવાર થતાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.અકસ્માતોની વણથંભી પરંપરા ચાલુ રહેતા તાલુકાની જનતામાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા લાગુ પડતા નર્મદા જિલ્લામાં “સેવા સેતૂ” ના કાર્યક્રમો મોકુફ રખાયા.

ProudOfGujarat

ટોચઁલાઈટના અજવાળે જાહેર મા જુગાર રમતા ચાર ઇસમોને રૂા.૫૯,૦૬૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી પાલીતાણા રૂરલ પોલીસ

ProudOfGujarat

નડિયાદ : મહુધાના ધો. 12 ના વિદ્યાર્થીનું કારની અડફેટે ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!