Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે પીવાના પાણી બાબતે ગ્રામજનોનો પંચાયત કચેરીએ હલ્લાબોલ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે વોર્ડ નંબર છ ના ભગતફળિયાની મહિલાઓએ આજરોજ પીવાના પાણીની સમસ્યાને લઇને ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચારેક મહિના જેટલા સમયથી અહિયાં પાણીની સમસ્યા છે. પાઇપલાઇન તુટી જવાની વાત પણ તેમણે રજુ કરી હતી. ઉપરાંત પીવાન‍ા પાણીમાં ગટરનું પાણી ભેગુ થતું હોવાનો પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. ગ્રામજનોએ તેઓ વેરા ભરતા નથી એમ ગ્રામ પંચાયત દ્વારા કહેવાતુ હોવાની વાત ઉચ્ચારી હતી. દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન વસાવાએ આ અંગે જણાવ્યુ કે આજરોજ મહિલાઓ રજુઆત કરવા આવી હતી, તે સમયે તલાટી પંચાયતમાં હાજર ન હતા પરંતુ ઉપસરપંચ ઉષાબેન વસાવા તેમજ પંચાયત સદસ્યો સાથે મળીને સમસ્યાનું જલ્દીથી નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

પીવાના પાણીની સમસ્યા અંગે ગ્રામ પંચાયત દ્વારા વધુમાં જણાવાયુ હતુ કે પાઇપ લાઇન બ્લોક થઇ જવાથી સમસ્યા સર્જાઇ હતી, જોકે હાલમાં કામગીરી ચાલુ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે હાલ તો ગ્રામજનો ગટર અને પાણીની સમસ્યાનું નિવારણ નહિ આવે તો આંદોલનની ચીમકી આપી રહ્યા છે, અને ગ્રામ પંચાયત સત્તાધીશોએ સમસ્યાના હલ માટે કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નડિયાદની જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવતા ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!