Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વાલિયા ચોકડી પરથી એક નાસતો ફરતો આરોપી ઝડપાયો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડીયા પોલીસમાં નોંધાયેલ અપહરણના ગુનામાં આ નાસતા ફરતા આરોપી અજયસિંહ બધિયાસિંહ સંગડિયા મુળ રહે.કોલાપઠાર, જિ.રાયસેન, મધ્યપ્રદેશનાને ઝઘડીયાની વાલિયા ચોકડી પરથી ઝડપી લીધો હતો.

આ આરોપી ઝઘડીયા તાલુકાની એક સગીર બાળાનું અપહરણ કરવાના ગુનામાં ઝઘડીયા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ અંતર્ગત પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. પોલીસે આ ઇસમની ચુંગાલમાંથી ભોગ બનનાર સગીરાને છોડાવી હતી. પેરોલ ફ્લો સ્કોડની ટીમે આ ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડીયા પોલીસને સોંપ્યો હતો. ઝઘડીયા પોલીસે આ ઝડપાયેલ આરોપી સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં IPL મેચ જોવા જનારે પાર્કિંગ માટે કરવું પડશે ઓનલાઈન બુકિંગ.

ProudOfGujarat

बनारस के बाद सांभर धान मंडी का रुख करेंगे अभिनेता रितिक रोशन!

ProudOfGujarat

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!