Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા સાંસદના સમર્થનમાં પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન.

Share

તાજેતરમાં કરજણ તાલુકામાં એક રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાએ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓનો ઉધડો લીધો હતો. ઓવરલોડ વાહનો અધિકારીઓના મેળાપીપણા હેઠળ ચાલતા હોવાનું જણાવી સાંસદ ગુસ્સે થયા હતા. દરમિયાન કેટલાક કર્મચારી સંગઠનોએ આ બાબતે સાંસદ વિરુધ્ધ આવેદન આપ્યા હતા.

આજરોજ ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ઝઘડીયા પ્રાંત અધિકારીને સાંસદ મનસુખભાઇ વસાવાના સમર્થનમાં આવેદન પાઠવ્યુ હતુ. આ આવેદનમાં બેફામ ચાલતા રેત ખનન અને ઓવરલોડ જથ્થો ભરીને દોડતા વાહનોના કારણે અકસ્માત થતા હોવાની લાગણી વ્યક્ત કરીને ઝઘડીયા તાલુકા ભાજપા અગ્રણીઓએ સાંસદ મનસુખભાઇ વસાવાએ બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો તેને સમર્થન આપ્યુ હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ, 78 પિસ્તોલ સાથે 12 આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

પઠાણની બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધૂમ, કમાણીનો આંકડો ચોંકાવનારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!