ભરૂચ જિલ્લા નાયબ કલેકટર દ્વારા આજરોજ ઓચિંતી મુહિમ હાથ ધરવામાં આવી હતી. ઝધડીયા પંથકમાં વ્યાપક પ્રમાણમાં માટી ચોરી તેમજ રોયલ્ટી ચોરી થતી હોવાની વ્યાપક બૂમરાણો ઉઠવા પામી હતી. આ મામલે ખાણખનીજ વિભાગની નિષ્ક્રિયતા પણ સામે આવી હતી. જે અંતર્ગત નાયબ કલેકટર દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ત્રણ હાઇવા અને બે ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી. ઝધડીયા સહીત જિલ્લાભરમાં ખાણખનીજ વિભાગની નિષ્ક્રિયતાથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું હતું. વ્યાપક લોક ફરિયાદને જોતા જિલ્લા વહીવટીતંત્ર આજે એકશનમાં આવ્યું હતું અને ઝધડિયા પોલીસે પાંચ વાહનોને કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement