Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નવનિર્મિત પંચાયત ઘરનું કરાયું લોકાર્પણ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે નવા બનાવેલ પંચાયત ઘરને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. મળતી વિગતો મુજબ પંચાયત ઘરનું બાંધકામ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતમાં ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવાના હસ્તે પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશભાઇ વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, તાલુકા ભાજપા પ્રમુખ અતુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો આરતીબેન પટેલ તેમજ રતિલાલ રોહિત, ભાજપા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, સરપંચ પ્રેમિલાબેન વસાવા, ઉપસરપંચ ભાવિશાબેન પટેલ, ચંદુભાઇ વસાવા, બાબરભાઇ પરમાર, હિરલ પટેલ, સતિષ પટેલ, તલાટી સુરેશ પરમાર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા તેમજ તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ દ્વારા સારસા ગ્રામ પંચાયત ખાતે આયુષ્માન કાર્ડ બનાવી આપવાની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨ મો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!