Proud of Gujarat
Uncategorized

ઝઘડીયા જીઆઇડીસીમાં ઇકો ગાડીએ ટક્કર મારતા એક ઇસમને ગંભીર ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં ગતરોજ રોડ ઉપર ઉભેલ ઇસમને ઇકો ગાડીએ અડફેટમાં લેતા આ ઇસમને ગંભીર ઇજાઓ થઇ હતી.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના કાંટોલના રહીશ ચતુરભાઇ રુપસિંગભાઇ વસાવાના બે પુત્રો ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરે છે. ગતરોજ ચતુરભાઇ સવારના છ વાગ્યાના અરસામાં તેમના પુત્રોને જીઆઇડીસીમાં મુકવા આવ્યા હતા. ત્યારબાદ તેમનો ભત્રીજો તેમને લેવા આવવાનો હોઇ તેની રાહ જોઇને રોડ ઉપર ઉભા હતા ત્યારે તે દરમિયાન સાડા નવેક વાગ્યાના અરસામાં એક ઇકો ગાડીના ચાલકે ચતુરભાઇને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. ઇકોની ટક્કર વાગતા ચતુરભાઇ પડી ગયા હતા. આ અકસ્માતમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ જીઆઇડીસીમાં કામ કરતા તેમના પુત્રોને બોલાવતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા. ઇજાગ્રસ્તને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તેઓને પગના નળા ઉપર ફેકચર થયુ હોવાનું જણાવાયું હતું. આ ઘટના બાબતે ઇજાગ્રસ્ત ચતુરભાઇએ હોસ્પિટલમાંથી ઝઘડીયા પોલીસમાં અકસ્માત સર્જનાર ઇકો ગાડીના અજાણ્યા ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા જીઆઇડીસીમાં છાસવારે નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે. જીઆઇડીસીમાં આવતા જતા ઘણા વાહનોના ચાલકો આડેધડ ગફલતભરી રીતે વાહનો હંકારતા હોવાથી અકસ્માતો થતા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

Dubrovnik, Croatia, Travel Guide: Where to Stay, Eat, Drink

admin

પોલીસ કર્મચારી પર બુટલેગરે કરેલો હુમલો

ProudOfGujarat

પદ્માવત અંગે પ્રસૂન જોશીએ ખુલાસો કર્યો કે, આ બધી ગોસિપ કૉલમોની કમાલ છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!