Proud of Gujarat
Uncategorized

ઝઘડિયાની યુપીએલ કંપની દ્વારા ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના ફુલવાડી અને દધેડા ગામે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ યુપીએલ કંપની દ્વારા સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ફૂલવાડી, કપલસાડી, બોરીદ્રા, દધેડા, સરદારપુરા, ઉટીયા, ખરચી, વિ.ગામોના ગ્રામજનોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો. આંખ નિદાન કેમ્પમાં કુલ ૪૮૮ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેમ્પમાં ૩૯૪ દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા, તથા ૭૫ થી વધુ દર્દીઓને સર્જરી કરવાની જરૂર હતી, જેમાં મોતિયા અને ઝામરના દર્દીઓ હતા. મોતિયા અને ઝામરના કેસોની સારવાર ઝઘડિયા સેવારુરલ ખાતે કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ યુપીએલ કંપની ઝઘડિયા દ્વારા ચૂકવવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સુરતમાં પૂર્વ પ્રેમીએ જ કરેલું બાળકનું અપહરણ : આરોપી બારડોલી પાસે ઝડપાયો

ProudOfGujarat

જુવો કેવી રીતે કર્યું કોંગ્રેસે એ મોદીને વેલેન્ટાઈન ડે વિશ

ProudOfGujarat

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્‍તાર ‘નો પાર્કિંગ ઝોન’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!