Proud of Gujarat
Uncategorized

ઝઘડીયા જીઆઇડીસીમાં એક ખેતરમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપની નજીક આવેલ ખેતરમાંથી કોઇ અજાણ્યા પુરુષનો અર્ધ બળેલ હાલતમાં નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના દધેડા ગામના ઉદેસિંગભાઇ વસાવા નામના ખેડૂતનું એક ખેતર ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલું છે. આ ખેતરમાં તુવેરનું વાવેતર કરેલું છે. ગતરોજ તા.૨૧ મીના રોજ રાત્રી દરમિયાન આ ખેતરમાં એક અજાણ્યા પુરુષનો અર્ધ બળેલ અને નગ્ન હાલતમાં મૃતદેહ પડેલ હોવાનું જણાતા તલોદરાના રહીશ વિઠ્ઠલભાઈ છગનભાઈ વસાવાએ આ અંગે ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ખેતરમાંથી પસાર થતી ભારે દબાણવાળી વીજ લાઇનના થાંભલા ઉપર ભડાકો થયો હતો, અને પોલીસ તપાસ દરમિયાન તેનાથી આ ઇસમનું બળી જવાથી મોત થયુ હશે એમ મનાય છે. જોકે હાલતો આ અજાણ્યા મૃતકની ઓળખ થઇ શકી નથી. અને આ ઇસમ કોણ છે, ક્યાંનો છે અને આ સ્થળે કેમ આવ્યો હતો તે બાબતો પણ હાલતો રહસ્ય સર્જે છે. ત્યારે વીજ થાંભલા પર ભડાકો થવો અને આ ઇસમનો અર્ધ બળેલ હાલતમાં મૃતદેહ મળવો એ બાબતે ઝઘડીયા પોલીસે ઘટના સંદર્ભે આગળની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી હતી.

ગુલામહુસેન ખત્રી રાજપારડી જી.ભરુચ

Advertisement

Share

Related posts

સુરત : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનું બજાર આવતીકાલથી કોરોના ગાઇડલાઇન અંતર્ગત રાબેતા મુજબ ખુલ્લું મુકાશે

ProudOfGujarat

અંકલેશ્વરની જી.આઈ.એલ કોલોનીના બંધ મકાનમાં ચોરી: રૂ! ૭૬,૪૦૦ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થી ચકચાર

ProudOfGujarat

રોડ પર ઊડતી ડમરીઓથી પ્રજ ત્રસ્ત :

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!