Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું ટેન્કરની અડફેટે કરુણ મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક કંપનીમાં કામ કરતા એક પરપ્રાંતિય કામદારનું એક ટેન્કરની અડફેટે કરુણ મોત નીપજ્યું હતું.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ યુપીના જોનપુર જિલ્લાના મુકુંદપુર ગામનો રહીશ સુભાષભાઇ જયનાથ સરોજ નામનો ૩૪ વર્ષીય યુવક હાલ ઝઘડીયા તાલુકાના દધેડા ગામે રહીને ઝઘડીયા જીઆઇડીસી ની એક કંપનીમાં નોકરી કરે છે. આ યુવક તેની સાથે કામ કરતા અજયકુમાર વિશકર્મા નામના અન્ય કામદાર સાથે ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં કંપનીમાં કામ માટે ચાલતા ચાલતા જતો હતો, ત્યારે તે દરમિયાન પુરઝડપે આવેલ એક ટેન્કર ટ્રકે આ યુવકને ટક્કર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઘવાયેલ સુભાષનું આ અકસ્માત બાદ કરુણ મોત નીપજ્યુ હતું. આ બનાવ બાબતે અજયકુમાર ફુલચંદ વિશકર્મા હાલ રહે.દધેડા તા.ઝઘડીયા અને મુળ રહે. પુલેશવા ગામ ઉત્તરપ્રદેશનાએ ઝઘડીયા પોલીસમાં અકસ્માત સર્જનાર ટેન્કર ટ્રકના ચાલક સૌરભભાઇ સીતારામ તીવારી રહે.કોલ્હઆમહ ઉત્તરપ્રદેશના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું લોકસભા ચૂંટણી અમે સારા માર્જિન થી જીતીશું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શેરડી -કેરીના રસની ધમધમતી હાટડીઓની તંત્ર દ્રારા તપાસ જરુરી ?

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!