Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર ૮ નરાધમોએ કર્યો સામુહિક બળાત્કાર…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઇ જવાના બહાને ખેતરોમાં લઇ ગયો હતો જ્યાં ૮ શખ્સોએ કિશોરી ઉપર સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ વસાવાએ મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી વિશાલને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. ૧૬ ફેબ્રુઆરીની રાત્રે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ બાળકી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

Advertisement

પીડિતાની ઉંમર ૧૬ વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય ૭ મિત્રોને કિશોરી ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ ૭ શખ્સોએ પણ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી. પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.

ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ 363 , 366, 376 (D), 114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ૮ શખ્શ (1) વિશાલ ચંદ્રેશ વસાવા -ધારોલી, ઝઘડિયા (2) કમલેશ ચંદ્રેશ વસાવા – મોરતળાવ, ઝઘડિયા (3) કાર્તિક પ્રવીણ વસાવા-માંડવા, અંકલેશ્વર (4) મનોજ મુકેશ વસાવા-માંડવા (5) અક્ષય રાજુ વસાવા- માંડવા (6) ભાવિન સુરેશ વસાવા-માંડવા (7) મેહુલ કલ્પેશ માછીપટેલ – માંડવા (8) સાહિલ શબ્બીર મોગલ – માંડવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંર્તગત વિચારનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એક્ટ્રેસ સીરત કપૂરનું ટ્રાન્સફોર્મેશન જોઈને તમે ચોંકી જશો, એક્ટ્રેસે કહ્યું ફિટ ટુ ફીટ થવાનું રહસ્ય

ProudOfGujarat

એસટી બસના કર્મચારીએ ખોવાયેલ વસ્તુ મુળમાલિકને પરત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!