Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં રહેતી અન્ય જિલ્લાની સગીરાને એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રહેતી એક અન્ય જિલ્લાની સગીર વયની યુવતીને હાલ ઝઘડીયા ખાતે રહેતો એક પરપ્રાંતિય યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ઘટના બનવા પામી છે.

મળતી વિગતો મુજબ અન્ય જિલ્લાની રહીશ આ ૧૫ વર્ષીય સગીરા હાલ ઝઘડીયા તાલુકામાં તેના પિતા સાથે રહેણાંક પડાવમાં રહે છે. હાલ ઝઘડીયા તાલુકામાં રહેતો અજય બધીયાભાઇ સંગાડીયા નામનો યુવક આ સગીરાને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ગત તા. ૧ લી ના રોજ ભગાડી ગયો હતો. ત્યારબાદ સગીરાના પરિવારે ગુમ થયેલ પુત્રીની શોધખોળ કરવા છતા તે મળી નહતી. બાદમાં આ યુવક પોતાની પુત્રીને ભગાડી ગયો હોવાની જાણ થતાં સગીરાના પિતાએ પુત્રીને ભગાડી જનાર યુવકના પિતાને આ બાબતે પુછતા તેણે કહેલ કે તારી દિકરી તને નહી મળે, તારાથી થાય તે કરી લેજે. અને માબેન સમાણી ગાળો બોલ્યા હતા. આ ઘટના સંદર્ભે સગીરાના પિતાએ અજય બધીયાભાઇ સંગાડીયા અને બધીયાભાઇ ધનાભાઇ સંગાડીયા બન્ને મુળ રહે.મધ્યપ્રદેશના વિરુધ્ધ પોલીસ ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નડિયાદ: અમદાવાદ ઈન્દોર હાઈવે પર ડીવાઈડર સાથે અથડાતા ત્રણ યુવકોના મોત.

ProudOfGujarat

ખેડા : કપડવંજના નિકોલ ગામ ખાતે જય યોગેશ્વર સખી મંડળની બહેનો મસાલાના વેચાણથી આત્મનિર્ભર બની.

ProudOfGujarat

ભરૂચ : ચોમાસાની શરૂઆતે જ વરસાદની ખેંચથી ઝઘડીયા તાલુકાના ખેડૂતો ચિંતિત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!