Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના તલોદરા ગામે એક યુવકને ત્રણ ઇસમોએ ગાળો બોલી માર માર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ત્રણ ઇસમોએ એક યુવકને ગાળો બોલીને માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નવાગામ મોટા ગામે રહેતો અમિતભાઇ બચુભાઇ વસાવા નામનો યુવાન વાલિયા ખાતે આઇટીઆઇ માં અભ્યાસ કરે છે. ગતરોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં અમિત મોટરસાયકલ લઇને તલોદરા ગામે દુધ ભરવા ગયો હતો. પાછા ફરતી વખતે તલોદરા નવીનગરી પાસે રોડ ઉપર તેણે મોટરસાયકલ ઉભી રાખી હતી. ત્યારે તે દરમિયાન વિવેકભાઇ મુકેશભાઇ વસાવા અને અનિકેતભાઇ વસાવા બન્ને રહે.ગામ તલોદરા તેમજ જીતેન્દ્રભાઇ મહેશભાઇ વસાવા રહે.ભરુચી આંબા તા.ઝઘડીયા તેને મળ્યા હતા. અને વિવેકભાઇએ તેને ગાળો બોલીને કહેલ કે તમે અમને કેમ સપોર્ટ નથી કરતા? અમિતે ગાળો બોલવાની ના પાડતા વિવેક સાથેના જીતેન્દ્ર અને અનિકેત પણ તેની નજીક આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. આ લોકોએ અમિત સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો, તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ બાબતે અમિતભાઇ વસાવાએ વિવેક મુકેશ વસાવા, અનિકેત વસાવા બન્ને રહે.ગામ તલોદરા તા.ઝઘડીયા તેમજ જીતેન્દ્ર મહેશ વસાવા રહે. ભરુચી આંબા ગામ તલોદરા તા.ઝઘડીયાના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર આવેલ સાઇન સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ભરૂચના આમોદ અને જંબુસરના રોડના કામોનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!