Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કામરેજ પોલીસ સ્ટેશનના ગુનામા બે મોટર સાઈકલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઝઘડીયા પોલિસ.

Share

ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ.વસાવા. તેઓના સ્ટાફ સાથે આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બે ઇસમો હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ – 05 – HT – 3900 તથા GJ – 05 – PN – 9262 ની લઇ મુલદથી ગોવાલી તરફ આવતા જણાયા હતા, તેઓ શંકાસ્પદ જણાતા ઉભા રખાવતા બન્ને ઇસમો મોટર સાયકલો ફેંકી ભાગાયા હતા. જે દરમીયાન એક ઈસમ અરવિંદ ડોડવા રહે, અટ્ટા અલીરાજપુરને ઝડપી પાડવામા આવ્યો હતો અને એક ઇસમ ઢેલરીયા ચૌહાણ રહે.અલીરાજપુર નાશી છુટયો હતો.

ઉપરોકત બન્ને મોટર સાયકલો સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ ઝઘડીયા પોલિસે કબ્જે લીધી હતી, આરોપીઓએ તા.૧૦ / ૦૨ / ૨૦૨૨ ની રાત્રીના સુરત કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી બન્ને મોટર સાયકલો ચોરી કરી હતી. આ કામે સુરત કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયો હતો, જે ગુનાના કામના આરોપીઓને મુદામાલ સાથે ઝઘડિયા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી LCB પોલીસ…

ProudOfGujarat

ઝઘડીયા : તરસાલી ગામે નર્મદામાં ડુબી ગયેલા યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 76.63 % જંગી મતદાન નોંધાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!