ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બંધ પડેલા જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાન ગૃહ ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. સીએસઆર એકટીવીટી હેઠળ ઝઘડિયાના ગ્રામજનો તથા પ્રવાસી લોકો માટે શૌચાલય તથા સ્નાન ગૃહની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાન ગૃહ બંધ પડયા હતા.
હાલમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવા ચુંટાયેલ સરપંચ સુરેશભાઈ વસાવા તથા ઉપ સરપંચ વિનોદભાઈ વસાવાની ટીમે સ્થાનિક નગરજનો તથા પ્રવાસી લોકો માટે ફરીથી જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાન ગૃહ ફરી કાર્યરત થાય તેવી કામગીરી હાથ ધરી હતી. હાલમાં આ પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાન ગૃહને રંગરોગાન કરીને તથા યોગ્ય મરામત કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવી રહયા છે. ઝઘડિયા ચોકડી પર આવેલ આ પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાન ગૃહ ફરી કાર્યરત થતા પ્રવાસી જનતા તેમજ સ્થાનિકોને ખુબ ઉપયોગી સાબિત થશે, જેને લઇને નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ